"I'm uncertain
I'm insecure
I'm in love.."
Now playing :-
"પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા...
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યા...!!!! "
કોઈ છે જેને જોઈ બધા બધા દુઃખ ભૂલી જવાય,
કોઈ છે જેના અવાજ માત્ર થી મુખ પર સ્મિત આવી જાય,
કોઈ છે જેની એક ઝલકથી ભર તડકા માં વરસાદ વરસી જાય....
જેની જોડે વાત કરવા થી જીવન રંગીન બની જાય,
જેના વિચાર થી જીવવાનું કારણ મળી જાય,
જેને મળવા થી વિશ્વ ગૌણ બની જાય..
જીવન ની પરિભાષા બદલી દે જેનો એક સ્પર્શ,
જે સાથે હોય તો સાત જનમ નું જીવન પણ ઓછુ લાગી જાય,
જેની જોડે વીતેલી દરેક ક્ષણ સ્વર્ગ લાગે...
જેના વગર જીવવાના વિચાર માત્ર થી રડું આવી જાય,
જે પ્રેમ શું છે એ આંખો થી સમજાવી જાય,
જે અધૂરા જીવન ને પૂરી ઓળખ આપી જાય...
જેના પ્રત્યે ની લાગણી રાત્રે નીંદર છીનવી જાય,
જેની યાદ દિવસ ના સપના બની જાય,
જેનો અવાજ હૃદય નો ધબકાર બની જાય...
જેને પામવાની ઈચ્છા જીંદગી નો સવાલ બની જાય,
એ અઢી શબ્દ એ સવાલ નો જવાબ દઈ જાય,
જે સપના માં દેખાતો હોય, પણ જીવનની હકીકત બની જાય...
જેના આદર્શ માનવતા ની છબી બની મન માં વસી જાય,
જેના માટે અનન્ય શબ્દો બી ઓછા પડી જાય,
દરેક વિશેષણ પણ એના માટે નાનું પડી જાય...
જેની બધી વાતો માં સરળતા અને સચ્ચાઈ અનુભવાય,
જે જીવન માં એક આશા ફેલાવી જાય,
જેની સ્મૃતિ આખો દિવસ મન માં વસી જાય...
જે પ્રેમ નો અધુરો અર્થ, પુરેપુરો સમજાવી જાય,
જે લાગણીઓને વ્યક્ત કરવાની ભાષા શિખવાડી જાય,
જે દુર હોવા છતાં પાસે હોવાની અનુભૂતિ કરાવી જાય...
જે હમેશા પાસે રહે એવી પ્રાર્થના કરાવી જાય,
જે સદા ખુશ રહે અને
જેનું જીવન ખુશીયો ના મેઘધનુષ થી ચલ્કાયેલું રહે,એવી ભાવના જગાડી જાય...!!
<3
Now playing..:-
कोई बोले दरिया.. कैसा कैसा ये इश्क...!!!
कैसा ये इश्क है..अजब सा रिस्क है..







2 opinions:
kaisa ye ishq hain
gujrati samajh to nhi aayi ..but i know song is a sweet one...
and for someone special also.
Chirag, I shall post the ENGLISH/ HINDI translation soon!! :D
Post a Comment